પરફેક્ટ ઈડલી રેસીપી | south indian rice idli recipe in gujarati | માર્કેટ જેવી ઈડલી બનાવવાની રીત
પરફેક્ટ ઈડલી રેસીપી | ઈડલી રેસીપી । માર્કેટ જેવી ઈડલી બનાવવાની રીત । rice idli recipe in gujarati (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે) – ઈડલી એક લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી છે, જે ભારતમાં દરેક જગ્યાએ બનતો હેલ્ધી નાસ્તો છે. તે અડદની દાળ અને ચોખાના બેટરને આથો લાવ્યા પછી બાફીને બનાવવામાં આવે છે, ઈડલી ઘણી રીતે તૈયાર કરવામાં આવે છે જેમ કે રાગી ઈડલી, ઓટ્સ ઈડલી, રવા ઈડલી, પોહા ઈડલી, ઈન્સ્ટન્ટ ઈડલી અને વ્રતમાં ખાવાની ઈડલી વગેરે. તમે ઘરે ચોખા અને દાળની ઈડલી ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. નાસ્તામાં નાળિયેરની ચટણી, સાંભાર અને ચા સાથે ઈડલી સર્વ કરો
પરફેક્ટ ઈડલી રેસીપી | ઈડલી રેસીપી | નરમ અને પોચી ઈડલી બનાવવાની પરફેક્ટ રીત । rice idli recipe in gujarati (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે) – અંતે, હું મારા બ્લોગ પરથી મારા અન્ય વાનગીઓનો સંગ્રહ પણ શેર કરવા માંગુ છું. જેમ કે સ્ટ્રીટ ફૂડ હિન્દી રેસીપીમાં मैगी नूडल्स रेसिपी, दही पापड़ी चाट रेसिपी, पाव भाजी रेसिपी,सेव पूरी रेसिपी,मिसल पाव रेसिपी, बटाटा वड़ा पाव बनाने की रेसिपी, दाबेली रेसिपी , सैंडविच ढोकला અને બધા स्नैक्स રેસીપી સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ પોસ્ટ સાથે મારી અન્ય રેસીપીની પોસ્ટ જુઓ.
Table of Contents |
Trending Recipes |
જરૂરી સામગ્રી |
સ્ટેપ બાય સ્ટેપ ફોટો કે સાથ પરફેક્ટ ઈડલી રેસીપી બનાવવાની વિધિ/રીત |
સૂચનો |
Preparation Time: 8-10 Hours
Cooking Time: 15-20 Minutes
Cuisine: South Indian Recipe
Trending Recipes
- bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ
- ઇન્સ્ટન્ટ લીલા મરચાનું અથાણું | લીલા મરચાંના અથાણાંની રેસીપી બનાવવાની રીત | મરચું અથાણું રેસીપી | easy green chilli pickle recipe in gujarati
- ઈડલી સાંભર ચટણી | south indian breakfast with idli, sambar & chutney
- કન્ડેન્સ્ડ મિલ્ક રેસીપી | Homemade Condensed Milk Recipe in Gujarati | મિલ્કમેડ રેસીપી | milkmaid in Guajarati
- કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | કેસર માવા પેંડા | Kesar Peda in Gujarati
- ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati
જરૂરી સામગ્રી:
3 કપ ચોખા |
1 કપ અડદની દાળ |
1 કપ પોહા |
3 ચમચી તેલ |
½ નાની ચમચી મેથીના દાણા |
¼ ચમચી ખાવાનો સોડા |
સ્વાદ માટે મીઠું |
ગ્રીસ કરવા માટે તેલ |
પરફેક્ટ ઈડલી રેસીપી બનાવવાની રીત (Idli Recipe in Gujarati) | Gujarati ma idli banavani rit :
1. અડદની દાળ, ચોખા, મેથી અને પોહાને 3 થી 4 વખત સારી રીતે ધોઈને 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખો. સુરતી વાટી દાળના ખમણ
2. 5-6 કલાક પછી અડદની દાળ-ચોખાને મિક્સર જારની મદદથી પીસી લો.
3. બેટરને એર ટાઈટ કન્ટેનરમાં કાઢી લો.
4.એક તડકા પેનમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો અને તેમાં ખાવાનો સોડા ઉમેરીને બેટરની અંદર નાખો.
5. હવે બેટરની અંદર જરૂર મુજબ મીઠું અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો અને ડબ્બાને બંધ કરી લો અને બેટરને આથો આવવા માટે 10 થી 12 કલાક ડબ્બાને ગરમ જગ્યાએ રાખો.
6. 10-12 કલાક પછી ઈડલીનું બેટર સારી રીતે આથો આવી જશે. (જો બેટરમાં આથો ના આવે તો તેને 2-3 કલાક માટે હજુ રાખો)
7. ઈડલી કૂકરની અંદર 1-2 ગ્લાસ પાણી નાખીને કૂકરને મધ્યમ તાપ પર ગરમ કરવા મૂકો. હવે ઈડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરો અને તેમાં બેટર રેડો. કૂકરની અંદર બેટરથી ભરેલો મોલ્ડ મૂકો અને મધ્યમ તાપ પર 10 થી 15 મિનિટ સુધી રાંધવા રાખો.
8. ઈડલીના મોલ્ડને બહાર કાઢો અને થોડીવાર ઠંડુ થયા બાદ ઈડલીને બહાર કાઢો.બધી ઈડલીને આ જ રીતે બનાવો.
9.અમારી નરમ અને સ્પોન્જી ઇડલી રેસીપી (idli recipe in gujarati) તૈયાર છે.
સૂચનો :
1. તમે આ રેસીપીમાં પોહાને બદલે બાફેલા ચોખાનો ઉપયોગ કરી શકો છો.
2. મેં અહીં ચોખા અને દાળને એકસાથે પલાળ્યા છે અને મેં તેને એકસાથે પીસી લીધા છે, જો તમે ઈચ્છો તો બંનેને અલગ-અલગ પલાળીને પીસી શકો છો.
3. તમે આથોના બેટરને 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે તમે ઈચ્છો ત્યારે ફ્રિજમાંથી બેટર કાઢીને ગરમાગરમ ઈડલી બનાવી શકો છો.
4. નરમ અને સ્પૉજી ઈડલી (idli recipe in gujarati) ને જયારે નારિયલની ચટણી અને સંભાર સાથે પીરસવામાં આવે ત્યારે ખાવાની મજા જ પડી જાય.