ગુજરાતી ઊંધિયું રેસીપી | undhiyu recipe in gujarati | ગુજરાતી ઊંધિયું બનાવવાની રીત
ગુજરાતી ઊંધિયું રેસીપી | undhiyu recipe in gujarati | ગુજરાતી ઊંધિયું બનાવવાની રીત | સુરતી ઉંધિયુ (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે) – ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે.
ગુજરાતી ઊંધિયું રેસીપી | undhiyu recipe in gujarati | ગુજરાતી ઊંધિયું બનાવવાની રીત | સુરતી ઉંધિયુ (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે)– ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પુરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. સરળ રીતે ઘરે ગુજરાતી ઊંધિયું રેસીપી બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સ અને ટિપ્સને અનુસરો.
Preparation Time: 30 Minutes
Cooking Time: 30-40 Minutes
Cuisine: Indian Gujarati Traditional Recipe
જરૂરી સામગ્રી :
ઊંધિયું બનાવવા માટેના શાકભાજી :
500 ગ્રામ સુરતી પાપડી |
250 ગ્રામ શક્કરીયા |
250 ગ્રામ રતાળુ |
200 ગ્રામ બટાકા |
250 ગ્રામ નાના રીગણાં |
50 ગ્રામ લીલાં વટાણા |
50 ગ્રામ લીલી તુવેર |
2 પાકા કેળાં |
ઊંધિયું બનાવવા માટેનો મસાલો:
1 લીલું નારિયેળ |
100 ગ્રામ ખમણેલું નારિયેળ |
100 ગ્રામ શેકેલા સીંગદાણા |
50 ગ્રામ તલ |
250 ગ્રામ કોથમીર |
250 ગ્રામ લીલું લસણ |
100 ગ્રામ લીલી મરચી |
100 ગ્રામ આદું |
10 લસણની કળીઓ |
½ નાની ચમચી અજમો |
¼ નાની ચમચી હિંગ |
1 મોટી ચમચી હળદર પાઉડર |
2 મોટી ચમચી ધાણા-જીરું પાઉડર |
1 મોટી ચમચી ગરમ મસાલા પાઉડર |
1 મોટી ચમચી લાલ મરચું પાઉડર |
4 મોટી ચમચી ખાંડ |
1 મોટી ચમચી લીંબુનો રસ |
500 ગ્રામ તેલ |
સ્વાદનુસાર મીઠું |
મૂઠિયાં બનાવવાની સામગ્રી :
1 કપ ચણાનો લોટ |
½ કપ ઘઉંનો જાડો લોટ |
100 ગ્રામ ઝીણી સમારેલી મેથીની ભાજી |
1 નાની ચમચી આદું મરચાંની પેસ્ટ |
1 મોટી ચમચી બારીક સમારેલું લીલું લસણ |
¼ કપ બારીક સમારેલી કોથમીર |
1 નાની ચમચી ધાણા-જીરું પાઉડર |
1 નાની ચમચી લાલ મરચું પાઉડર |
1/2 નાની ચમચી ગરમ મસાલા પાઉડર |
1 નાની ચમચી હળદર પાઉડર |
1 નાની ચમચી ખાંડ |
2 મોટી ચમચી તેલ |
1 નાની ચમચી લીંબુનો રસ |
સ્વાદનુસાર મીઠું |
તળવા માટે તેલ |
ગુજરાતી ઊંધિયું રેસીપી | undhiyu recipe in gujarati | ગુજરાતી ઊંધિયું બનાવવાની રીત | સુરતી ઉંધિયુ (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે)
મૂઠિયાં બનાવવાની વિધિ :
1. મૂઠિયાં બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, આદુ-મરચાંની પેસ્ટ, તલ, તેલ, મીઠું અને બધા મસાલા લઈ લો.
2. હવે તેમાં બારીક સમારેલી મેથી, લીલી કોથમીર અને લીલું લસણ નાખી બરાબર મિક્ષ કરી લો.
3. હવે થોડું પાણી નાખો સખત કણક બાંધી લો અને સેટ થવા માટે 10 મિનિટ સુધી ઢાંકી રાખો. गुजराती तुरिया पात्रा नु शाक
4. 10 મિનિટ પછી, કણકને થોડુંક તોડીને મુઠીમાં બાંધતા લાંબા અથવા ગોળ રોલ બનાવો.
5. એક કડાઈમાં તેલને મધ્યમ તાપ પર ગરમ કરો અને એક-એક કરીને મૂઠિયાંને ગરમ તેલમાં નાંખો.
6. મૂઠિયાંને મધ્યમથી ધીમી તાપ પર બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળી લો. મુથિયા તૈયાર છે.
સુરતી ઊંધિયું બનાવવાની રીત :
1. ગુજરાતી ઊંધિયું બનાવવા માટે (undhiyu recipe in gujarati) સૌ પ્રથમ, રીંગણમાં બે કાપા પાડી કાપો, શક્કરીયા, બટાકા અને રતાળુની છાલ કાઢો અને તેમને મોટા ટુકડામાં કાપી પાણીમાં પલાળો. સુરતી પાપડીની અંદર 1 ચમચી ખાવાનો સોડા નાખો અને તેને 10 મિનિટ સુધી પલાળી રાખો.
2. લીલા નાળિયેરને નાના નાના ટુકડામાં કાપી લો. હવે મિક્સર જારમાં નારિયેળના ટુકડા, મગફળી, સમારેલા આદુ, લસણની કળી, લીલા મરચા, 100 ગ્રામ લીલા ધાણા, 100 ગ્રામ લીલી લસણ, ખાંડ, લીંબુનો રસ નાંખો.
3. મિકસરની મદદથી ઘઘરું વાટી લો. बैंगन का भरता रेसिपी
4. મોટા બાઉલમાં વાટેલો મસાલો કાઢો અને તેમાં સૂકા નાળિયેરનું ખમણ, તલ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને લાલ મરચાનો પાઉડર નાંખી મિક્સ કરો. ચીલી ગાર્લિક પરાઠા રેસીપી
5. હવે તેમાં 100 ગ્રામ લીલા ધાણા, 100 ગ્રામ લીલું લસણ, 100 ગ્રામ તેલ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. શાકભાજી ભરવાં માટેનો મસાલો તૈયાર છે.
6. રીંગણમાં મસાલાને સારી રીતે ભરો અને બાકીના મસાલાઓને બટાકા, રતાળું, શક્કરીયા અને કેળામાં મિક્સ કરી લો.
7. એક કઢાઈની અંદર 500 ગ્રામ જેટલું તેલ નાંખો અને તેલને ગરમ થવા દો. (જો તમે ઇચ્છો તો તેલનું પ્રમાણ ઘટાડી શકો છો) તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હીંગ અને તલ નાખીને 10 સેકંડ માટે ફ્રાય કરો.
8. હવે તેમાં હળદર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલા પાઉડર, લીલાં વટાણા, લીલી તુવેર, લીલી કોથમીર અને લીલું લસણ નાખો.
9. તરત જ તેમાં સુરતી પાપડી નાખો અને તેને 1 મિનિટ માટે તેલમાં બરાબર શેકો.
10. હવે પેનમાં બધા મસાલાથી ભરેલા શાકભાજી (રીંગણ, શક્કરીયાં, બટાકા, રતાળુ), અને બાકીનો મસાલો ભભરાવી તેમાં અડધો કપ પાણી ઉમેરો.
11. ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી ધીમા તાપે રાંધો.
12. ઢાંકણ ખોલો અને છરીની મદદથી તપાસો, શાકભાજી રંધાયા છે કે નહીં, જો બરાબર રંધાયા ન હોય તો થોડી વાર માટે ફરીથી ઢાંકીને રાંધો.
13. જ્યારે શાક રંધાવા આવે, ત્યારબાદ તેમાં તળેલાં મૂઠિયાં ઉમેરો અને 5 મિનિટ માટે રાંધો.
14. ગેસ બંધ કરવાના 5 મિનિટ પહેલાં પાકેલાં કેળા ઉમેરો અને ચમચીની મદદ થી શાકને પેનની બાજુથી હળવા હાથે હલાવો અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે રાંધો.
15. ગેસ બંધ કરો, ઊંધિયુંની અંદર 50 ગ્રામ લીલા ધાણા, 50 ગ્રામ લીલું લસણ અને સુકા નાળિયેરનું ખમણ મિક્સ કરો.
16. ગુજરાતી ઊંધિયું રેસીપી (Gujarati (Surti) Undhiyu Recipe in Gujarati) તૈયાર છે તેને ગરમા ગરમ પૂરી સાથે પીરસો.
ટિપ્સ :
1. તમે તમારા સ્વાદ અનુસાર શાકભાજીની માત્રા વધારી અથવા ઘટાડી શકો છો.
2. ઊંધિયુંને (Undhiyu Recipe in Gujarati) વધુ મસાલેદાર બનાવવા માટે લીલા મરચાંનું પ્રમાણ વધારવું.
3. આ શાકમાં કેળાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, તેથી તેને નાખવાનું સ્કીપ ન કરતાં.
4. આ શાકને ધીમા તાપે જ રાંધો.
5. ચમચીથી શાકભાજીને ધીરે ધીરે હલકા હાથે જ હલાવો.
6. આ શાક બનાવવામાં થોડો સમય લાગે છે, પરંતુ તે શાકભાજી ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
7. ગુજરાતી ઉંધિયુ રેસીપી (undhiyu recipe in gujarati) માં તેલની માત્રા વધુ હોય છે.
જો તમે ઓછું તેલ ખાવ છો, તો પછી તમે તમારી ઇચ્છા મુજબ તેલની માત્રા ઘટાડી શકો છો.
8. આ શાકને કૂકરમાં બનાવવા માટે, સ્ટેપ નંબર 1 થી સ્ટેપ નંબર 10 સુધી અનુસરો અને કૂકરને સ્ટેપ નંબર 11 માં બંધ કરો અને 2-3 સિટી આવવા દો. પછી સ્ટેપ નંબર 13 પ્રમાણે અનુસરો.
9. આ શાકનો સ્વાદ તીખો, મીઠો અને ખૂબ જ સરસ લાગે છે.
તેને ગરમા ગરમ પુરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસો.