સ્નેક્સ

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati – ખાંડવી ગુજરાતનો એક ખૂબ જ સ્વાદિષ્ટ, પારંપરિક અને લોકપ્રિય ફરસાણ છે, જેને ઘણા લોકો પાટુડી પણ કહે છે. જે સવારના નાસ્તામાં અથવા જમવા સાથે સાઇડ ડિશ તરીકે પણ પીરસી શકાય છે. આ ખૂબ ઓછી તેલમાં બનેલી વાનગી છે, જે સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક પણ છે. ખાંડવી બે રીતે તૈયાર કરવામાં આવે છે, એક પરંપરાગત રીતે કડાઇમાં અને બીજી કુકરમાં. આજે હું તમને પરંપરાગત રીતે ખાંડવી બનાવવાની રેસીપી જણાવવા જઇ રહયી છું. નીચે આપેલા સ્ટેપ્સ અને ટીપ્સને અનુસરીને તમે આ પારંપરિક ખાંડવીને તમારા ઘરે પણ બનાવી શકો છો.

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati

Preparation Time: 5 Minutes

Cooking Time: 10-12 Minutes

Cuisine: Gujarati Snacks Recipe (Traditional Recipe)

આવશ્યક સામગ્રી :

ખાંડવી માટે :

1 કપ બેસન (ચણાનો લોટ)
½ કપ દહીં
2 કપ પાણી
1 નાની ચમચી આદુ-મરચાં ની પેસ્ટ
¼ નાની ચમચી હળદર
2 ચપટી હિંગ
સ્વાદનુસાર મીઠું

વઘાર માટે :

2 મોટી ચમચી તેલ
1 નાની ચમચી રાય
1 નાની ચમચી તલ
7-8 કઢી પટ્ટા
બારીક સમારેલાં લીલાં ધાણાં (સજાવટ માટે)
નાયલોન સેવ (વૈકલ્પિક)
ખમણેલું લીલું કોપરું (વૈકલ્પિક)

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati । ખાંડવી બનાવવાની રીત/વિધિ :

1. સરળ રીતે ખાંડવી રેસિપી બનાવવા માટે, સૌ પ્રથમ, એક વાટકીમાં દહી લો અને તેને સારી રીતે ફેટી લો.

2. હવે તેમાં ચણાનો લોટ અને પાણી નાખી મિક્સ કરો અને ખાંડવીનું બૈટર તૈયાર કરો. ખાતરી કરો કે તેમાં કોઈ ગાંઠા ના રહી જાય.

3. બૈટરમાં હળદર પાવડર, આદુ-મરચાની પેસ્ટ, હીંગ અને મીઠું નાખો અને બધુ બરાબર મિક્સ કરો. એક મોટી પ્લેટને ઉલટી ફેરવો અને પાછલી સપાટીને તેલથી ગ્રીસ કરો અને તેને બાજુ પર રાખો. બ્રેડ બટર જામ

4. એક પેનમાં બૈટરને ચાળણીથી ગાળી લો. બૈટરને ચાળણીથી ગાળવાથી જો તેમાં ચણાના લોટના ગઠ્ઠા અથવા આદુ-લીલા મરચાના નાના ટુકડા હોય, તો તે પણ બહાર આવી જાય અને એક સ્મૂથ બૈટર તૈયાર થાય.

5.મધ્યમથી ધીમી આંચ પર ચમચા વડે સતત હલાવીને ખાંડવી રેસિપી ના બૈટર ને રાંધો.

6. 7-8 મિનિટ પછી બૈટર થોડું જાડું બનતું જશે.

7. બૈટર રંધાય ગયું છે કે નહીં એની ચકાસણી કરવા માટે એક થાળી પર રંધાયલું બૈટર પાથરો અને થોડી મિનિટો પછી તેને રોલ બનાવવાની કોશિશ કરો. જો સરળતાથી રોલ બની જતો હોય તો તમારું બૈટર ખાંડવી રેસિપી બનાવવા માટે તૈયાર થઇ ગયું છે.

8. પહેલેથી તેલથી ગ્રીસ કરેલી પ્લેટ પર ચમચી વડે રંધાય ગયેલા બૈટરને ફેલાવો. એ જ રીતે, બીજી 2 કે 3 પ્લેટ પર પણ ફેલાવી દો.

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati

9. ફેલાવેલા બૈટરને 2-3 મિનિટ ઠંડુ થવા દો અને છરીની મદદથી 2 ઇંચ પહોળા સીધા પટ્ટાઓમાં કાપો અને કાળજીપૂર્વક દરેક સ્ટ્રીપને રોલ કરો.

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati

10. આવા બધા રોલ્સ તૈયાર કરો અને પ્લેટમાં રાખો.

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati

11. હવે તડકા પેનમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેમાં રાય, હીંગ, તલ અને કઢી પત્તા ઉમેરી વઘાર તૈયાર કરો.

12. રોલ્સ (ખાંડવીના રોલ) ઉપર વઘાર રેડો. ખાંડવીને સજાવવા માટે તેના પર ખમણેલું લીલું નારિયેળ, લીલી કોથમીર અને બારીક સેવ ભભરાવો. આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઓછા તેલ માં ગુજરાતી ખાંડવી રેસિપી તૈયાર છે. જે તમે સવારના નાસ્તામાં અથવા જમવા સાથે સાઇડ ડિશ તરીકે પણ પીરસી શકો છો.

ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati

સૂચનો:

1. જો તમે ખાંડવી રેસિપી માં લીલા મરચા-આદુની પેસ્ટ ઉમેરવા માંગતા નથી, તો તમે તેને છોડી શકો છો.

2. ચમચી વડે બૈટર સતત હલાવતા રાંધો જેથી તેમાં ગાંઠાં ન પડે.

3. તમે દહીંને બદલે ખાટી છાશ પણ વાપરી શકો છો.

4. તમે સ્ટેપ નંબર 8 માં પ્લેટ પર ફેલાયેલા બૈટર ની ઉપર છીણેલા લીલા નાળિયેર અને લીલા ધાણાનું પૂરણ ભરીને પણ ખાંડવી રેસિપી તૈયાર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *