સુરતી વાટી દાળના ખમણ । Surti Vati Dal na Khaman in Gujarati । Surti Khaman Recipe
chana dal dhokla recipe in Gujarati | સુરતી વાટી દાળના ખમણ । Surti Vati Dal na Khaman in Gujarati । Surti Khaman Recipe (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે) – વાટી દાળના ખમણ સુરત ગુજરાતના ખૂબ જ ફેમસ સોફ્ટ, સ્પન્જી અને સ્વાદિષ્ટ સ્નેક્સ છે તે સુરત ગુજરાતની પરંપરાગત રેસિપી છે. જેને “વાટી દાળ ના ખમણ” અથવા “ચણાની દાળના ખમણ” પણ બોલવામાં આવે છે. જેને ચણાની દાળને ફર્મન્ટ કરીને બનાવામાં આવે છે. ખમણની ઉપર સેવ ભભરાવી તળેલાં લીલાં મિર્ચ, લીલી ચટણી અથવા બેસનની ચટણી સાથે પીરસવામાં આવે છે, પરંતુ આ ખમણને વગર ચટણીએ પણ એટલાં જ ઉત્સાહથી ખાવામાં આવે છે.
સુરતી વાટી દાળના ખમણ । Surti Vati Dal na Khaman in Gujarati । Surti Khaman Recipe (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે) – ગુજરાતના તમામ નાસ્તા ખૂબ જ સ્વાદિષ્ટ અને સારા છે. ખમણ ગુજરાતમાં એટલા પ્રખ્યાત છે કે તેને નાની – મોટી ઉજવણીમાં નાસ્તા તરીકે અથવા ફરસાણની સાઇડ ડિશ તરીકે પીરસવામાં આવે છે. આ રેસીપી ઘરે ઉપલબ્ધ ઘટકો સાથે બનાવવામાં આવે છે. અહીં મેં પરફેક્ટ વાટી દાળના ખમણ બનાવવાના તમામ સ્ટેપ્સ બતાવ્યા છે, જેથી ચણાની દાળના ખમણ બનાવવામાં તમને જે પણ સમસ્યાનો સામનો કરવો પડે તે તમે સારી રીતે સમજી શકો.
ચણાની દાળ ખમણ બનાવવાની રીત | વાટી દાળના ખમણ । ગુજરાતી દાળના ખમણ રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ) – ઘરે બજાર જેવાં ચણાની દાળના ખમણ (વાટી દાળના ખમણ) બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સ અને ટિપ્સ અનુસરો.
અંતે, હું તમને વિનંતી કરું છું કે વાટી દાળના ખમણ રેસીપી (સુરતી ખમણ રેસિપી) ની આ પોસ્ટ સાથે મારી અન્ય વિગતવાર હિન્દી સ્ટાર્ટર રેસીપી વાનગીઓનો સંગ્રહને પણ જુઓ. જેમાં મુખ્યત્વે वेज लॉलीपॉप रेसिपी, शादी- पार्टी मैं परोसे जाने वाले हरे-भरे कबाब बनाना सीखिए, वेज.रशियन रोल, आलू के नगेट्स, वेज मंचूरियन ड्राई रेसिपी, અન્ય પરાઠા વાનગીઓ જેવી मिक्स वेज चीज पराठा, आलू पराठा, पालक पराठा, मसाला पराठा, मेथी थेपला, केला मेथी थेपला, चिली गार्लिक पराठा, પરૌઠા જેવી વાનગીઓની વિવિધતા શામેલ છે. આ સિવાય હું મારા અન્ય સંબંધિત અને સમાન વાનગીઓના સંગ્રહનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું,
Table of Contents |
Trending Recipes |
સુરતી ખમણ બનાવવા માટે જરૂરી સામગ્રી |
સ્ટેપ બાય સ્ટેપ ફોટો કે સાથ પરફેક્ટ વાટી દાળ ના ખમણ બનાવવાની વિધિ/રીત |
ખમણ વઘારવાની રીત |
સૂચનો |
Preparation Time : 14 Hours
Cooking Time : 25-30 Minutes
Cuisine : Indian (Gujarati Snacks)
Trending Recipes
- bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ
- ઇન્સ્ટન્ટ લીલા મરચાનું અથાણું | લીલા મરચાંના અથાણાંની રેસીપી બનાવવાની રીત | મરચું અથાણું રેસીપી | easy green chilli pickle recipe in gujarati
- ઈડલી સાંભર ચટણી | south indian breakfast with idli, sambar & chutney
- કન્ડેન્સ્ડ મિલ્ક રેસીપી | Homemade Condensed Milk Recipe in Gujarati | મિલ્કમેડ રેસીપી | milkmaid in Guajarati
- કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | કેસર માવા પેંડા | Kesar Peda in Gujarati
- ખાંડવી રેસિપી | ગુજરાતી ખાંડવી | Khandvi | Khandvi Recipe in Gujarati
જરૂરી સામગ્રી :
1 કપ ચણાની દાળ |
2 મોટી ચમચી દહીં (મધ્યમ ખાટું) |
1 નાની ચમચી લીંબુનો રસ |
½ નાની ચમચી હળદર |
1 મોટી ચમચી લીલા મરચા-આદુની પેસ્ટ |
½ કપ પાણી અથવા જરૂર મુજબ |
½ નાની ચમચી નમક |
2 મોટી ચમચી તેલ |
¼ નાની ચમચી હીંગ |
1 નાની ચમચી ઇનો |
અન્ય સામગ્રી :
2 મોટી ચમચી તેલ |
½ છોટી ચમચી જીરા |
1 છોટી ચમચી રાય |
2 સમારેલાં લીલાં મરચાં |
5-6 કઢી પત્તા |
ચપટી હીંગ |
¼ કપ પાણી |
સમારેલાં લીલાં ધાણા |
1 મોટી ચમચી છીણેલું લીલું નાળિયેર |
ચણાની દાળ ખમણ બનાવવાની રીત | વાટી દાળના ખમણ । ગુજરાતી સુરતી ખમણ રેસીપી । Surti Vati dal na khaman recipe in hindi (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે)
1. સુરતી ખમણ રેસિપી બનાવવા માટે સૌ પ્રથમ ચણાની દાળને મોટા બાઉલમાં 2-3 વખત ધોઈ લો અને 3 કપ પાણી ઉમેર્યા બાદ 5-6 કલાક પલાળી રાખો.
2. પલાળેલી ચણાની દાળમાંથી વધારાનું પાણી કાઢી ચણાની દાળને મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહીં અને લીંબુનો રસ ઉમેરો.
3. થોડીવાર મિક્સર ચલાવીને થોડું જાડું પીસી લો. હવે 1/4 કપ જેટલું પાણી ઉમેરો અને તેને મિક્સ કરો.
4. ફરીથી મિક્સર ચલાવીને તેને હળવું ગ્રાઇન્ડ કરો (ખૂબ જ બારીક પેસ્ટ ન બનાવો)
5. ચણાની દાળની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો અને તેને 8-10 મિનિટ માટે એક જ દિશામાં સારી રીતે હલાવો જેથી બેટર હલકું થઈ જાય.
6. તેને ઢાંકીને 8 કલાક માટે આથો આવવા માટે રાખો. સુરત નો ફેમસ સુરતી લોચો
7. 8 કલાક પછી, ચણાની દાળના મિશ્રણમાં સારી રીતે આથો આવી ગયો હશે.
8. હવે તેમાં હળદર પાવડર, લીલા મરચા-આદુની પેસ્ટ, હિંગ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
9. મિશ્રણ થોડું ઘટ્ટ જ રહેવા દેવું, જરૂર પડે તો જ 1 કે 2 ચમચી પાણી ઉમેરવું.
10. હવે સ્ટીમરમાં પાણી નાખો અને તેને 10 મિનિટ સુધી ગરમ કરવા માટે રાખો અને ટ્રેને તેલથી ગ્રીસ કરો.
11. હવે મિશ્રણમાં ઇનો અને ઇનોને એકટીવ કરવા માટે ઇનો ઉપર થોડું પાણી રેડવું.
12.એક જ દિશામાં સતત હલાવતાં મિશ્રણને હલાવો.
13. ફેંટેલા મિશ્રણને તરત જ ટ્રે માં નાખો અને 25-30 મિનિટ માટે ઊંચા તાપે સ્ટીમ કરો.
14. 25-30 પછી બહાર કાઢો અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
15. તે ઠંડુ થયા બાદ ખમણને ટ્રેમાંથી બહાર કાઢો.
16. અને નાના કે મોટા ટુકડા કરી લો. તમે ફોટામાં જોઈ શકો છો કે ખમણ કેટલો નરમ અને જાળીદાર બની ગયો છે.
વઘાર માટે :
1. એક તડકા પેનમાં તેલને મધ્યમ તાપ પર ગરમ કરો, હવે તેમાં રાઈ, જીરું, હિંગ, કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરો અને થોડી સેકંડ માટે તતડવા દો.
2. હવે તેમાં 1/4 કપ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો.
3. વઘારને ખમણ ઉપર રેડો અને ઉપરથી થોડી બારીક સમારેલાં લીલા ધાણા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
4. સ્પંજી, નરમ અને સ્વાદિષ્ટ વાટી દાળના ખમણ તૈયાર છે.
તેને એક પ્લેટમાં બહાર કાઢો અને તેને બારીક સેવ અને લીલા નારિયેળથી ગાર્નિશ કરો.
સૂચનો:
1. ઘણા લોકો વાટી દાળના ખમણ (ચણાની દાળના ખમણ) બનાવતી વખતે તેમાં ચોખા અથવા પોહાનો પણ ઉપયોગ કરે છે.
પણ જો તમારે બજાર જેવા સુરતી ખમણ બનાવવા હોય તો માત્ર ચણાની દાળનો જ ઉપયોગ કરવો.
2. ચણાની દાળ પીસતી વખતે મેં દહીં અને લીંબુના રસનો ઉપયોગ કર્યો છે
જેથી ખમણમાં આથો સારો આવશે અને એકદમ પરફેક્ટ ખમણ તૈયાર થશે.
3.દાળ પીસતી વખતે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરો.
4. ચણાની દાળને પીસતી વખતે, મિક્સરને વચ્ચેથી 2-3 વખત બંધ કરીને સારી રીતે વાટી લો.
5. ધ્યાનમાં રાખો કે દાળને હલકું જાડું (ઘઘરું) પીસવાનું છે.
6. દાળને વાટી લીધાં બાદ તેને એક જ દિશામાં સારી રીતે હલાવો, જેથી મિશ્રણ હળવું બને.
7. ધ્યાનમાં રાખો કે મિશ્રણ થોડું ઘટ્ટ હોવું જોઈએ. જો મિશ્રણ પાતળું થઈ જશે તો તમારા ખમણ સારા નહીં બનશે.
8. સ્ટીમરને પ્રી-હીટિંગ કર્યા પછી ટ્રેને તેલથી ગ્રીસ કર્યા પછી, મિશ્રણમાં ઈનો નાખી તરત જ બેટરથી ભરેલી ટ્રે સ્ટીમરમાં મૂકો. તમારે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરવાની રહશે.
9. ખમણ બનાવવા માટે હંમેશા ઇનો નો જ ઉપયોગ કરવો.
10. ખમણને હંમેશા ઊંચા તાપ પર જ સ્ટીમ કરો.
11. ખમણ બન્યા બાદ તરત જ તેને સ્ટીમરમાંથી બહાર કાઢો.
12. ખમણને સંપૂર્ણપણે ઠંડુ થયા બાદ જ ટ્રેમાંથી બહાર કાઢો.
13. વઘારેલા ખમણ (વાટી દાળ ના ખમણ) જ્યારે સેવ, તળેલાં મરચાં અને ખમણની ચટણી સાથે પીરસવામાં આવે છે, ત્યારે એ વધુ સ્વાદિષ્ટ લાગે છે.
✔શું તમે આ રેસીપી અજમાવી છે?
જો કરી હોય તો એક ફોટો ક્લિક કરી તેને Instagram અથવા Twitter પર @MITALIDELICIOUSKITCHEN અથવા ટેગ #MITALIDELICIOUSKITCHEN કરો.